Thursday, April 24, 2014

How will you present yourself before going to Atash Padshah of Udwada Iranshah.


Editor's Note:- The under mentioned article How will you present yourself before going to Atash Padshah of Udwada Iranshah. hold good for all Atashbehrams especially Iranshah Atashbehram. How will you present yourself before going to a King. Surely you cannot go before a Atash Padshah wearing Bermuda shorts or jeans with lots of perfume, or your dress code should be decent and not provocative in par with today's fashion but simple dress of white Cotton. This is not a fashion parade or get together meeting place where we laugh, discuss and talk about every thing under Sun, but we go with purpose of paying Homage to Iranshah.

This article has been painstakingly typed in Gujarati font by Kaizad Keravala from Dini Avaz,Vol.10 No.1,Jan.-Feb. 1985,pg.30 to 32.and is taken from Parsee Avaz Editor Late Jehangirji Chiniwala. An addendum is also included from Parsee Avaz dated 4/11/1962, Page 10 written by Ervad Dinshaw Cawasji Sidhwa of Udwada.


ઉદવાડે ઈરાનશાહને નમન કરવા જતા હમદીનો - જેહાંગીરજી સો. ચીનીવાલા

કદીમી તેમજ શહેનશાહી આદર મહીનામાં આપણા હમદીનો મોટી સંખ્યામાં ઉદવાડા ખાતે ઇરાનશાહના પાક આતશબેહરામ સાહેબને પગે લાગવા જાય છે.

ઉદવાડામાં જયારે હાલમાં છે તેવાં સંખ્યાબંધ હોટેલો નહી હતાં, ત્યારે હમદીનો મોટે ભાગે અથોરનાન સાહેબોના ઘેરોમાં ઉતારો લેતાં હતા અને મુંબઈના કહેવાતાં સુધરેલાં જીવન જીવતા પારસીઓ વટીક સાધારણ ચોખ્ખાઈ પાખ્ખાઈના નિયમો ફરજીયાત પાળીને નાહી ધોઈને, અથવા મોટે ભાગે તો નાહન નાહીને ઈરાનશાહને પગે પડવા જતાં હતાં .

આજથી પચાસ વર્ષ પૂર્વે ની વાત ઉપર તો હમદીનો પોતે ઈરાનશાહને પગે લાગવા જાય, તો એક નીયમ તરીકે નાહન લઈનેજ પાદશાહના કેબલા સમક્ષ પધારતાં હતાં. જેઓ નાહન નહી લેતા તેઓ પણ અતરંગ હજામત કર્યા બાદ બા-તરીક્ત નાહી ધોઈને, કદીમ રેવાજ પ્રમાણે તન પાક કરીનેજ ઈરાનશાહમાં દાખલ થતાં હતાં .

સુધારક વર્તમાનપત્રો અને સુધારક દસ્તુરોના તરીકતો સામેના ચાલુ પ્રચાર પછી, અને સામાન્ય રીતે સમય પણ બદલાયલા હોવે, જેમ પારસીઓ મુંબઈમાં નસો પરહેઝવાની તરીકતો પાળતા નથી અને ઘેરમાં દહાડી બોડી બધાને ગમે તેમ અડકીને, પછી નાહીને ઓફિસે અથવા પોતાના ધંધા રોજગારે જાય છે, અથવા કોઈક દાખલાઓમાં ઘેરોમાંથી નાહી ધોઈને સોજ્જા કપડાં પહેરી બાહેર જઈ, કોઈ સલુનમાં દાહડી બાલ કપાવી, પછી પોતાના ધંધાધાપે સિધારે છે, તેજ મુજબ ઉદવાડાના કોઈક હોટેલોમાં બિછાના સાથના કોચ ઉપર બેસી અથવા ખાવા માટેની લાકડાંની ખુરસી ટેબલ ઉપર બેસી કોઈ પણ જાતની તરીકત વગર દહાડી બોડી, તેજ હાલતે સોજ્જા કપડાં મોરીમાં મૂકી, તન પાક કરીને ઇરાનશાહનાં દર્શને જઇને ઉભા રહે છે.

મને દુખ સાથે લખવું પદે છે, કે પારસી કોમના એક ભાગમાંથી દરુજ પરહેઝી અને તેના લગતી ચોખ્ખાઈ પાખ્ખાઈની તદદન સુગજ નીકળી ગઈ છે.જેઓના ઘેરોમાં દરુજીએ બુજીની દુર બેસવાની તરીક્તજ બાનુઓ પાળતા નહી હોય, તે ઘેરોને લગતી ચોખ્ખાઈ પાખ્ખાઈની વધુ વાતો કરવી તે સીર્ફ નીરર્થક છે.

જે હમદીનો તરીકતો માટેનો એતેકાદ નીકળી ગયો છે, તેઓને પોતાના મુંબઈના ઘેરોના કરતાં ઉદવાડાના હોટેલોમાં જુદી રીતે વર્તન કરવા અરજ કરવે, કોઈ તેઓ ચોવીસ કલાકમાં બદલાઈ જવાના નથી.

ઉદવાડામાં હોટેલો વધવે અને વળી તેઓ વચ્ચે ધંધાદારી હરીફાઈ વધવે, ઈરાનશાહને નમન કરવા આવનારા હમદીનો ઉપર અથોરનાન સાહેબોનો કોઈ પણ જાતનો આંખની શરમનો ધાર્મિક રેવાજ માટેનો આંકોશ વટીક રહયો નથી. કોઈક ભલા અને ભોળા શેઠિયાઓ તો એવા હોય છે કે ઈરાનશાહના કેબલાને પગે પડવા દુરદરાઝ વેરથી ઝેહમત ઉઠાવીને ઉદવાડા પધારે છે અને તેઓને સીગારેટ અને સીગાર પીવાની આદત પડી ગયલી એટલે હોટેલોમાં અને બંગલાઓમાં ખુશખુશાલ તે પણ તે ફુંકે છે.ફુંકવાનું વ્યસન થઈ ગયલું હોવે તે મુકાયજ કેમ ?


મુંબઈ શહેરમાં આતશબેહરમ પાદશાહો ઉપર જાણ અંજાણ આજબ પડી રહયો છે. જે કાંઇ જમાનાને આધીન ચાલુ થઈ ગયું છે, તેને કોઈ ફેરવી શકવાનું નથી, જેઓ આતશ પાદશાહોને નમન કરવા જાય છે, તેઓના દીલમાં જરુરજ દીની એતેકાદ તો હોય છેજ અને ખાસ કરીને જેઓ ઉદવાડા ખાતે અફળાતા ઝીકાતાં જાય તેઓને માટે હોટેલોમાં દાહડી બોડવા અને તેને લાગતાં કપડા અલાહેડા મુકવા માટે ઘટતી સગવડો હોય અને તેને લગતી ઘટતી સૂચનાઓ માનપુર્વક તેઓને કરવામાં આવે તો દીનદાર હમદીનો તેટલા માટે તો ઘટતું કરવાને ચુકેજ નહી. ધર્મના રક્ષકો તો ધર્મગુરુઓજ હોય છે પણ આજે ધર્મગુરુ વર્ગજ ભળતી દીશામાં ખંચાઇ ગયો છે અને દુન્યાદારીભરી રીતે ધર્મક્રિયાઓનો ગોયા વેપારજ ચાલી રહ્યો છે, ત્યાં તેઓ સર્વ પાસે કાંઈ પણ વધુ પડતી આશા રાખી શકાતી નથી. અથોરનાન દુન્યાનો અમુક ભાગ ખુદ ક્રિયાઓ કરવામાં અને બરસનુમના કાયદાઓ પાળવામાં પોતેજ ખાયકી કરતો હોય, તો તેઓ વળી બહેદીનો તારીકતો પાળે છે કે નહી તેની કનવર શાની કરે ?

એક જમાનો તો એવો હતો કે ઈરાનશાહને નમન કરવા આવનાર દરેક હમદીનને પાદશાહ આગળ જવા પહેલાં નાહન નાહવુંજ પડતું હતું. પણ દાયકાઓ થયા તે રેવાજ બંધ થયો છે.જો આવો રેવાજ ચાલુ રહયો હતે તો જરાક વધુ આંકોશ પેદા પડતે. વળી નીરંગ પીવાની વીરુધ્ધની જેહાદથી નાહન માટેના એતેકાદ પણ ઘણો તુત્યો છે.

કોઈક જાજ હમદીનો અને ખાસ કરીને કોઈક ઈરાની જરથોસ્તીઓ પોતાના હમશેના હલફ્કોટના પોષાકે ટ્રેન ઉપરથી ઉતરી, નાહયા ધોયા વિના સીધા ઇરાનશાહ જઈ, સુખદ ચઢાવી વળતી ટ્રેને પાછા ફરે છે. આ તો વધુ કમનસીબ પરીસ્થીતી દેખાડે છે.

ઈરાનશાહના ખાદેમ સંજાના ટોળાના અથોરનાનોની દીનચાશીદારી માટે સેવકને સામાન્ય રીતે મોટું માન છે અને હું તે નેક અને દીનદાર અન્જુમનના અગ્રેસરોને એટલીજ માનપુર્વક સુચના કરી શકું છું કે ઇરાનશાહ આતશબેહરામના ક્મપાઉન્ડમાં સર્વનું ધ્યાન ખેંચાય તેવી જગાએ એવી લેખીત સુચનાઓ માનપુર્વક ભાષામાં લખાયલી ટાંગવી જોઈએ કે જેની ઉપર હમદીનોનું વખતો વખત ધ્યાન ખેંચતા, તેઓને થોડો ખ્યાલ આવી શકે કે માઈલોની મુસાફરી કરીને ઈરાનશાહને નમન કરવા પધારતી વખતે અમુક ખાસ જાતની ધાર્મીક શીષ્ટ (Religious Discipline) તેઓને જાળવી જોઈએ .

સામાન્ય હમદીનો લગતી તરીક્તોના પાલનનો પ્રશ્ન તૈમજ અથોરનાન સાહેબોના બરશનુમના પાલનનો પ્રશ્ન, ઘણોજ બીક્ટ થઈ પડયો છે. ક્ષ્નુમના અભ્યાસ પછી હું એકજ નીર્ણય ઉપર આવ્યો છું કે હમદીનોએ જમાનાને આધીન તરીકતોના પાલનમાં પતરીત યાને દરુજીના આડકતરા ચેપની કનવાર નહી કરવી પણ હમરીત યાને દરુજીના સીધા ચેપથી બને તેટલા અને ઈરાદાપુર્વક દૂરજ રહેવું .

હાલના જમાનામાં હમદીનોને જે કાંઈ દીની તરીકતો પાળવાની છે તે તો છેક અઢારમાં દરજ્જાની તરીકતો છે. તાજા આબેઝર અથવા ગવમુતનો ઉપયોગ પણ કમનસીબે મુંબઈ જેવાં શહેરોમાં તો મુશ્કેલ બની ગયો છે. બેહદીન તેમજ અથોરનાન માટે આબેઝરનો ઉપયોગ ઘણોજ ફાયદાકારક છે અને બાતેન અષોઈ યાને અંદરની ચોખ્ખાઈ મેલવા માટે સેહલો તથા રામબાણ ઉપાય છે. જો તાજો આબેઝર મલતો હોય, તો તેને વધુમાં વધુ બોતેર કલાક સુધી વપરાસમાં લઈ શકાય છે અને બોતેર કલાક દરમ્યાનમાં તેમાંથી પણ ખાસ બદબુ આવતી પણ નથી. આબેઝરનો ઉપયોગ પણ બહુ અનદાઝાથી કરવાનો છે. શરીરના બધા ભાગો ઉપર નાહવા પહેલો તેનો માત્ર આછો પાસજ લગાડી તેની ભીનાશ તદદન સુકાઈ જાય તેટલો વખત થોભી પછી પાણીથી તન પાક કરવે જે અણદીઠ દરુજીઓ શરીરને લાગેલી હોય છે અને જે સાબુ પાણીથી નીકળી શક્તીજ નથી તે દરુજીઓ આપોઆપ આબેઝરની અંદરની બરજીસી ખાસ્તર રૂપની વીજળીક ગતીથી મુરડાળ થઈ, માત્ર પાણી રેદવાથી શરીરની ચામડીથી છૂટી પડી જાય છે. દીલનો કાંઈક ભાર હલકો થયો તેવો અનુભવ આ તરીકત બા-કાનુન ચાલુ પાળનારને થઈ શકે છે.

આપણા કપડાઓ કોણ ધોઈ લાવે છે તે વીચાર સામાન્ય હમદીનોએ કરવાનો નથી. તેને લગતી તરીકતનો બાધ માત્ર અમલદારો અને બરશનુમ વાપરનારા અથોરનાનોનેજ દરેક જમાનામાં લાગે છે. હલના અથોરનાનોના પુર્વજો ધોભી પસે અસતરીના નહી પણ કુંડીના ક્પડાઓ ધોવરાવી પાછા તેઓના ઘેરમાં વીછરી સુકવીને પહેરતા હતા. બ્હેસ્ત બહેરહ ઉસ્તાદ સાહેબ બેહરામશાહજીએ એક મરતબે સેવકને એમ કહયું હતું કે જો ખરો હોમનો પાળો આજે મલતો રહેતે અને તેના ઉપયોગ સાથે અથોરનાનો તેઓના બુઝોર્ગોથી પળાતી આવેલી તરીકતો ઉપર ઈમાનથી સાબેત કદમ રહેતે, તો તેઓ કદી પણ યસ્ન-દરુજી કરવા તરફ ઢળતેજ નહી . અંગ્રેજીમાં કહેવત છે કે Knowledge is power યાને ઈલમ એક શક્તિ છે તેજ મુજબ ફારસીમાં પણ કહ્યું છે કે " તવાના બુવદ હરકે દાના બુવદ" યાને જેનામાં ઈલ્મદારી છે તેમાં અમુક માનસીક કુવ્વત પેદા પડે છે. અષોઇ - એ - આમોગી યાને ખરી અંદરખાનેની સુક્ષ્મ પવીત્રાઈ મેલવવા માટે ઝરથોસ્તી દીનમાં ફરમાવેલી તરીકતોનું પાલન કેવું કામયાબ છે તેનું ખરું જ્ઞાનજ કોમને મળતું રહે તો મોટો ફરક પડી જાય. ઝરથોસ્તી ઈલ્મે ક્ષ્નુમની મક્તબે આ દીશામાં જ્ઞાન નો થોડો ધોધ વેહતો કર્યો છે, પણ જે ધર્મગુરુઓને,દસ્તુરોને અને સ્કોલરોને પોતાને તે બધું પાલવું નથી અને સગવડ્યો તથા સહેલો ધર્મ પાળવો છે, તેઓ દીનના આવાં મુબારક ફરમાનોની હાંસી ઉડાવી સીર્ફ દીન દુશમની કરી રહયા છે. ઉદવાડા સુધી જઈ ઈરાનશાહને નમન કરવાની ઉમેદ ધરાવનારાઓએ, દીનની તરીકતો ત્યાં પાળવી જોઈએ અને જેઓના ઘેરોમાં દરુજીએ બુજી નથી પલાતી , તેઓએ તો ખાસ કરીને અલાહેડો રાખેલો પોષકજ આવા દીની કાર્યમાં વાપરવો જોઈએ . અપ - તુ - ડેઈત જીવને જીવતાં થોડા નેક ખાનદાનો પણ છે કે જેઓ આવી ટકેદારી પણ એતેકાદપૂર્વક રાખે છે। ખોદાપાક આપણી કોમ ઉપર મહેરબાન થાવ એજ દુવા !

Reference:
[1] ઉદવાડે ઈરાનશાહને નમન કરવા જતા હમદીનો - જેહાંગીરજી સો. ચીનીવાલા,Dini Avaz,Vol.10 No.1,Jan.-Feb. 1985,pg.30 to 32.


Addendum:-

લગભગ પચાસ વધુ વર્ષની વાત છે. બે.બે. ઉસ્તાદ સાહેબ બેહરામશાહજી ઉદવાડે પાધરીયા હતા. શ્રીજી ઇરાનશાહના મકાનમાં પણ આવ્યા હતા. પરંતુ અંદરના ભાગમાં જઇ શ્રીજી ઇરાનશાહ આતશ પાદશાહ સાહેબના દર્શન કર્યા ન હતાં.....બેહરામશાહજી જયારે ઉદવાડે પહેલાં આવ્યા હતા ત્યારે ઇરાનશાહ સામે ગયા ન હતા. પરંતુ બહારથી પોતા તરફનો હદિયો ઈરાનશાહને અર્પણ કરાવ્યો હતો.......ઉસ્તાદ સાહેબના બહુજ ઘાડા સમાગમમાં આવનાર મોબેદ બેહરામજી ઉનવાલાએ ખુલાસો કરતાં જણાવ્યુ હતું કે મેં ઉસ્તાદ સાહેબને ફરીથી ઉદવાડા પધારવાની અને શ્રીજી સાહેબ ઇરાનશાહના દર્શન કરવાની અનેક વાર અરજ કરી હતી. એકવાર તેના જવાબમાં બેહરામશાહજી એમ કહ્યું હતું કે તારે ઘરે ઉતારો આપજે, મને સાદુ નાહન બા કાનુન આપજે, ત્યાંથી એક નવો સુધરેહ અને કુસ્તી આપજે. એટલે બેહરામજી સ્વાભાવીક રીતે ખુશાલી વચ્ચે હા કહયું હતું......થોડાંક વર્ષો પછીથી એકવાર ઉદવાડા જવાની ખાહેશ ઉસ્તાદે દેખાડી. અમુક દીવસે જવાની તૈયારી પણ કરવામાં આવી સાથે જેહાંગીર કાવસજી ઉનવાલા પણ જનાર હતા અને સર્વ નક્કી કર્યું હતું પરંતુ છેલ્લે દીવસે નહિ પણ છેલ્લે કલાકે માંડી વળતાં બેહરામશાહજીએ જણાવ્યુ કે મને હમણાજ મારા ઉસ્તાદ તરફથી હોકમ થયો છે કે ઉદવાડા જવું નહિ.[1]


Reference:
[1] એરવદ દીનશાહ કાવસજી સીધવા (ઉદવાડા), "પારસી આવાઝ", dated 4/11/1962, Page 10.


No comments:

Post a Comment